Tuesday, August 08, 2023
Monday, August 07, 2023
૦૬ ઓગષ્ટ ૨૦૨૩ વાસ્ક્યુલર ડે.
આજે વસ્ક્યુલર ડે નિમિતે રાજકોટનાં રેસકોર્સ રિંગ રોડ પર વહેલી સવારે વોકેથોનનું આયોજન કરાયું હતું. જેમાં જેમાં ધારાસભ્ય દર્શીતા શાહ અને રાષ્ટ્રીય ગૌસેવા અયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા સહિત અનેક નામી ડોક્ટરો મળી સો કરતા વધુ લોકોએ હાજરી આપી આ વસ્ક્યુલર ડે ખાસ બનાવ્યો હતો. રાજકોટનાં રેસકોર્સ રિંગ રોડ પર મેયર બંગલો ખાતેથી વસ્ક્યુલર ડે નિમિતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ રિંગ રોડ પર આવેલા અને વોકેથોનમાં સામેલ થયેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં દિન પ્રતિદિન ડાયાબિટીસના કારણે અંગ વિચ્છદની ઘટનાઓ વધી રહી છે. એવા લોકો વધી રહ્યા છે કે, જેમને ગેંગરીન થાય છે અને બાદમાં પગ અથવા શરીરના અંગ કાપવા પડે છે. જે લોકોના અંગ કાપવા પડે તેની જિંદગી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. હાલ ડાયાબિટીસના કેસ વધવા પાછળ મુખ્ય કારણ પણ એવું સામે આવ્યું છે કે, લોકોની લાઈફ સ્ટાઈલ બદલાઈ છે. આ પણ ખૂબ જ જવાબદાર પાસું કહી શકાય. ત્યારે લાઈફ સ્ટાઇલમાં ફેરફાર કરવામાં આવે તો ડાયાબિટીસ અને તેને કારણે થતા ગેંગરીનથી બચી શકાય છે. આ માટે લોકોએ પોતાની દિનચર્યામાં જરૂરી ફેરફાર કરવાની સલાહ પણ ડોક્ટર્સ દ્વારા અપાઈ હતી.
Subscribe to:
Posts (Atom)