Thursday, April 20, 2023

કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો (કે.કા. શાસ્ત્રી ) નો ટૂંકો પરિચય...

 




શ્રી_કેશવરામ_કાશીરામ_શાસ્ત્રી______બાંભણીયા


             ટૂંકાક્ષરોમાં કે. કા. શાસ્ત્રી જે બહુશ્રુત બ્રહ્મર્ષિ પ્રકાંડ વિદ્વાન હતા.

જન્મ ૨૮ જુલાઇ ૧૯૦૫ ના રોજ પસવારી 

તા:-કુતિયાણા જી.પોરબંદર

મૃત્યુ ૦૯ સપ્ટેમ્બર ૨૦૦૬

અમદાવાદ.


              કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો જન્મ જુનાગઢ (હવે પોરબંદર) જિલ્લાના કુતિયાણા તાલુકાનું પસવારી નામના ખોબા જેવડા નાનકડા ગામમાં કાશીરામ કરશનજી બાંભણીયાના ઘરે માઁ દેવકીજીના કુખે તારીખ ૨૮ જુલાઇ ૧૯૦૫ના રોજ થયેલો. 

         તેઓએ અઢાર વર્ષની ઉમરેથી કલમનો શાથ સાધ્યો હતો અને માંગરોળ(જુનાગઢ)માં બુદ્ધિપ્રકાશ સામયિકમાં લેખતા. તેઓ વ્યાકરણના પ્રખર જ્ઞાતા હતા. ૧૯૨૯માં "ગુજરાત વર્નાક્યલર સોસાયટી"ના આજીવન સભ્ય બન્યા હતા. પછી તેઓ 'વસંત' , ભારતીવિદ્યા અને 'ફાર્બસ' સામયિકમાં પણ લેખો લખતા. અને બ્રહ્મર્ષિ અને વિદ્યાવાચસ્પતિ જેવા ઉપનામથી ઓળખાતા તેઓ પાંડિત્યની પરાકાષ્ટાએ પહોચેલા. 

         તેઓએ મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત અને ‘ડોક્ટરેટ’(Ph.D) માટેના માન્ય ગાઈડ પણ હતા. ૧૫૦૦ વિદ્યાર્થીઓ ઉચ્ચતમ પ્રશિક્ષણ તથા ૧૯ વિદ્યાર્થીઓને પી.એચ.ડી.નું ગાઈડન્સ આપ્યું હતું. ઉચ્ચશિક્ષણની લગભગ ૫૨ વર્ષની અધ્યાપન સેવાનો લાભ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી અને એલ.ડી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજી તેમજ ગુજરાતી ભાષા સાહિત્યને મળતો રહ્યો. તેમણે ૨૪૦ જેટલાં પુસ્તકો, ૧૫૦૦ લેખ લખ્યા છે . ગુજરાત રિસર્ચ સોસાયટી, અમદાવાદના નિયામક હોવાની સાથે તેઓ       વિશ્વ_હિન્દુ_પરિષદના_એક_સ્થાપક પણ હતા. ૧૯૮૫માં તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમવામાં આવ્યા હતા.


તેમની મુખ્ય_રચનાઓ 


ભાષાશાસ્ત્ર અને વ્યાકરણ- અક્ષર અને શબ્દ, ગુજરાતી ક્રમિક વ્યાકરણ, અનુશીલન, ગુજરાતી ભાષાલેખન, 


ગુજરાતી વાગવિકાસ, ગુજરાતી રૂપરચના, ગુજરાતી ભાષાશાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ, વાગવૈભવ


કોશ - ગુજરાતી ભાષાનો લઘુકોષ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોશ, બૃહદગુજરાતી કોશ ખંડ.


ઇતિહાસ - ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ, અસાંજો કચ્છ, અતીતને આરે.


સંપાદન - ગોપાલદાસકૃત વલ્લભાખ્યાન, મહાભારત પદબંધ, રત્નેશ્વરકૃત ભાગવત સ્કંધ ૧,૨; ભીમકૃત પ્રબોધપ્રકાશ, દયારામકૃત ભક્તિપોષણ, હારસમેનાં પદ અને હારમાળા, શ્રીમહાપ્રભુસ્તુતિમુક્તાવલિ, શ્રીકૃષ્ણસ્તવનાવલિ, બ્રહ્મવાદપ્રવેશિકા, નરસિંહ મહેતાકૃત રાસ સહસ્ત્ર પદી, અસાઇત કૃત હંસાઉલિ, દલપત કાવ્ય, પ્રેમાનંદ કૃત મામેરું.


નાટક - અજેય ગૌરી શંકર અને બીજી એકાંકીઓ, ખનદાન લોહી.


ચરિત્ર - આપણા કવિઓ, આપણા સારસ્વતો.


સામ્પ્રદાયિક - વૈષ્ણવ બાલ પાઠાવલિ, પુષ્ટિમાર્ગીય કીર્તન પ્રકાર, નારદ અને શાંડિલ્યનાં ભક્તિ સૂત્રો, ભગવદ ગીતા - તાત્વિક અભ્યાસ, વેદ ચિંતામણિ.


સંસ્કૃત - સૌંદર્ય પદ્યમ, નવરત્ન સ્તોત્રમ્, અમરકોશ, વનૌષધિ કોશ, સિધ્ધાંત રહસ્યમ્.


અનુવાદ - પ્રેમની પ્રસાદી, સંક્ષિપ્ત ભરત નાટ્ય શાસ્ત્ર, મુદ્રા રાક્ષસ, કાલિદાસનાં નાટકો, ષોડશ ગ્રંથ, ભાસ નાટક ચક્ર.


અંગ્રેજી - Structural build up of a Thesis.


સન્માન


૧૯૫૨- "રણજિતરામ" સુવર્ણચંદ્રક

         -  "ડિ_લીટ" સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

૧૯૬૬- "વિદ્યાવાચસ્પતિ"ની પદવી અખિલ ભારતીય 

            સંસ્કૃત સંમેલન તરફથી.

૧૯૬૬- "મહામહિમોપાધ્યાય" ભારતી પરિષદ, પ્રયાગ 

           તરફથી.

૧૯૭૬- પદ્મશ્રી - ભારત સરકાર તરફથી.


   ૧૫ પદવીઓ, ૧૦ એવૉર્ડસ અને ૩૮ માનપત્રો.


કુટુમ્બ


માતા – દેવકી બહેન           પિતા – કાશીરામ કરશનજી

પત્ની – પાર્વતી બહેન        સંતાનો – ત્રણ પુત્ર, ચાર પુત્રી

ઉપાધી મળ્યા પછી શાસ્ત્રી,      મુળ અટક બાંભણીયા

                જ્ઞાતિ: બરડાઈ બ્રાહ્મણ નાની નાત


અભ્યાસ

પ્રાથમિક – સૌરાષ્ટ્રમાં

માધ્યમિક – મેટ્રિક (અમદાવાદ)


વ્યવસાય

ભો. જે. વિદ્યાભવન, અમદાવાદના અધ્યક્ષ

ગુજરાત રિસર્ચ સોસાયટી, અમદાવાદના નિયામક.


૧૯૮૫ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, તથા ૧૯૩૬થી અમદાવાદમાં સ્થાયી. તેઓ ૬૯ વર્ષની ઉમર સુધી સાયકલ વાપરતા. તેઓ ૯ સપ્ટેમ્બર ૨૦૦૬ ના રોજ ૧૦૧ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી અવસાન પામ્યા.

               સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવશાળી મહાન વિભુતિ તે પ્રખર બ્રહ્મર્ષિ આપણું_પોતીકું_જ્ઞાતિ_રત્ન હતા. મહાન સરસ્વતિ ઉપાસકના ચરણોમાં લાખ લાખ વંદન.



No comments:

Post a Comment