Tuesday, May 09, 2023

મહાત્મા ગાંધીઃ ઈતિહાસ, સંઘર્ષ, આંદોલનો અને આત્મકથા.

મહાત્મા ગાંધીઃ ઈતિહાસ, સંઘર્ષ, આંદોલનો અને આત્મકથા.......  
જન્મ- 2 ઓક્ટોબર 1869,
 પોરબંદર મૃત્યુ- 30 જાન્યુઆરી 1948 
 ઉપલબ્ધી- સ્વતંત્રતા આંદોલનમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી

મહાત્માગાંધીના નામે મશહૂર મોહનદાસ કરમચંદ ગાંધી ભારતીય સ્વતંત્રતા આંદોલનના એક પ્રમુખ રાજનૈતિક રાજનેતા હતા. સત્યાગ્રહ અને અહિંસાના સિદ્ધાંતો પર ચાલીને તેમણે ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. તેમના આ સિદ્ધાંતોએ આખી દુનિયામાં લોકોને નાગરિક અધિકારો અને સ્વતંત્રતા આંદોલન માટે પ્રેરિત કર્યા. તેમને ભારતના રાષ્ટ્રપિતા પણ કહેવાય છે. સુભાષ ચંદ્ર બોસે વ્ષ 1944માં રંગૂન રેડિયોથી ગાંધીજીના નામે ચાલી રહેલા પ્રસારણમાં તેમને 'રાષ્ટ્રપિતા' કહી સંબોધ્યા હતા. મહાત્મા ગાંધી સમુચ્ચ માનવ જાતિ માટે એક મશાલ છે. તેમણે દરેક પરિસ્થિતિમાં અહિંસા અને સત્યનું પાલન કર્યું અને લોકોને પણ આ સિદ્ધાંતો પાલન કરવા કહ્યું. તેમણે પોતાનું જીવન સદાચારમાં વિતાવ્યું. તેઓ સદૈવ પરમ્પરાગત ભારતીય પોશાક ધોતી અને શૂતરથી બનેલી શાલ પહેરતા હતા. હંમેશા શાકાહારી ભોજન ખાનાર આ મહાપુરુષે આત્મશુબ્ધિ માટે કેટલીયવાર લાંબા ઉપવાસ પણ કર્યા. વર્ષ 1915માં ભારત પરત ફરતાં પહેલાં ગાંધીએ એક પ્રવાસી વકીલ તરીકે દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાયોના લોકોના નાગરિક અધિકારો માટે સંઘર્ષ કર્યું. ભારત આવી તેમણે આખા દેશનું ભ્રમણ કર્યું અને ખેડૂતો, મજૂરો અને શ્રમિકોને તગડા ભૂમિ કર અને ભેદભાવ વિરુદ્ધ સંઘર્ષ કરવા માટે એકજુટ કર્યા. વર્ષ 1921માં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બાગડોર સંભાળી અને પોતાના કાર્યોથી દેશના રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિદ્રશ્યને પ્રભાવિત કર્યા. તેમણે વર્ષ 1930માં નમક સત્યાગ્રહ અને તે બાદ 1942માં ભારત છોડો આંદોલનથી ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. ભારતના સ્વતંત્રતા સંઘર્ષ દરમ્યાન કેટલાય અવસર પર ગાંધીજી કેટલાય વર્ષો સુધી જેલમાં પણ રહ્યા.




પ્રારંભિક જીવન 
મોહનદાર કરમચંદ ગાંધીનો જન્મ ભારતમાં ગુજરાતના સમુદ્રકાંઠે આવેલા પોરબંદમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમના પિતાનુ્ં નામ કરમચંદ ગાંધી બ્રિટિશ રાજના સમયે કાઠિયાવાડની એક નાનકડી રિયાસત પોરબંદરના દીવાન હતા. મોહનદાસના માતા પુતળીબાઈ પરનામી વૈશ્ય સમુદાયથી સંબંધ ધરાવતાં હતાં અને અત્યધિક ધાર્મિક પ્રવૃત્તિ કરી હતી જેનો પ્રભાવ યુવા મોહનદાસ પર પડ્યો અને આ મૂલ્યોએ આગળ ચાલી તેમના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેઓ નિયમિત રૂપે વ્રત રાખતા હતા અને પરિવારમાં કોઈ બીમાર પડવા પર સેવા સુશ્રુષામાં દિવસ-રાત એક કરી દેતા હતા. આ પ્રકારે મોહનદાસે સ્વાભાવિક રૂપે અહિંસા, શાકાહાર, આત્મશુદ્ધિ માટે વ્રત અને વિવિધ ધર્મો અને પંથોને માનનારાઓ વચ્ચે પરસ્પર સહિષ્ણુતા અપનાવી. સન 1883માં સાઢા 13 વર્ષની ઉંમરમાં જ તેમના વિવાહ 14 વર્ષીય કસ્તૂરબા સાથે કરાવી દેવામાં આવ્યા. બાદમાં 1888માં હરીલાલ ગાંધીનો જન્મ થયો, 1892માં મણિલાલ ગાંધીનો જન્મ થયો, 1897માં રામદાસ ગાંધી અને 1900માં દેવદાસ ગાંધીનો જન્મ થયો. મહાત્મા ગાંધીનું પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં થયું અને હાઈસ્કૂલનો અભ્યાસ રાજકોટમાં થયો. શૈક્ષણિક સ્તરે મોહનદાસ ગાંધી એવરેજ વિદ્યાર્તી જ રહ્યા. વર્ષ 1887માં તેમણે મેટ્રિકની પરીક્ષા અમદાવાદથી પાસ કરી. જે બાદ મોહનદાસે ભાવનગરના શામળદાસ કોલેજમાં એડમિશન લઈ લીધું પરંતુ ખરાબ સ્વાસ્થ્ય અને ગૃહ વિયોગને કારણે તેઓ અપ્રસન્ન જ રહ્યા અને કોલેજ છોડી પાછા પોરબંદર આવી ગયા.



વિદેશમાં શિક્ષણ અને વકાલત 
મોહનદાસ પોતાના પરિવારમાં સૌથી વધુ ભણેલા હતા માટે તેમના પરિવાર વાળા માનતા હતા કે તેઓ પોતાના કાકા અને પિતાના ઉત્તરાધિકારી (દીવાન) બની શકતા હતા. તેમના એક પારિવારિક મિત્ર માવજી દવેએ એવી સલાહ આપી કે એકવાર મોહનદાસ લંડનથી બેરિસ્ટર બની જાય તો દીવાનની પદવી આસાનીથી મળી શકતી હતી. તેમના માતા પુતળીબાઈ અને પરિવારના અન્ય સભ્યોએ તેમના વિદેશ જવાના વિચારનો વિરોધ કર્યો પરંતુ મોહનદાસના આશ્વાસન પર રાજી થઈ ગયા. વર્ષ 1888માં મોહનદાસ બેરિસ્ટર બનવા માટે ઈંગ્લેન્ડ ચાલ્યા ગયા. પુતળીબાઈને આપેલા વચન પ્રમાણે જ તેમણે લંડનમાં પોતાનો સમય વિતાવ્યો. જ્યાં તેમને શાકાહારી ખોરાક સંબંધિત ઘણી કઠણાઈ થઈ અને શરૂઆતના દિવસોમાં તેમણે કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહેવું પડ્યું ગચુંય ધીરે ધીરે તેમને ત્યાંના વેઝીટેરિયન રેસ્ટોરાં વિશે માલૂમ પડ્યુ. જે બાદ તેમણે વેજીટેરિયન સોસાયટીની સભ્યતા પણ હાંસલ કરી લીધી. આ સોસાયટીના કેટલાક સભ્યો થિયોસોફિકલ સોસાયટીના સભ્યો પણ હતા અને તેમણે મોહનદાસ ગાંધીને ગીતા વાંચવનો ઉકેલ આપ્યો. જૂન 1891માં મોહનદાસ ગાંધી ભારત પરત ફર્યા અને ત્યાં જઈ તેમને પુતળીબાઈના દેહાંત વિશે માલૂમ પડ્યું. તેમણે બોમ્બેમાં વકાલતની શરૂઆત કરી પરંતુ તેમને વકાલતમાં કંઈ ખાસ સફળતા ના મળી. પોતાનો પહેલો જ કેસ હારી જતાં મહાત્મા ગાંધી રાજકોટ પાછા ચાલ્યા ગયા જ્યાં જરૂરતમંદ લોકો માટે કેસની અરજીઓ લખવાનું કામ શરૂ કરી દીધું પરંતુ થોડા સમય બાદ તેમણે આ કામ પણ છોડી દીધું. આખરે 1893માં એક ભારતીય ફર્મથી નેટલમાં એક વર્ષના કરાર પર વકાલતના કાર્યનો સ્વીકાર કરી લીધો.



દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી 
24 વર્ષની ઉંમરે ગાંધીજી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા. તેઓ પ્રિટોરિયા સ્થિત કેટલાક ભારતીય વેપારીઓના ન્યાયિક સલાહકાર તરીકે ત્યાં ગયા હતા. તેમણે પોતાના જીવનના 21 વર્ષ દક્ષિણ આફ્રિકામાં વિતાવ્યા જ્યાં તેમના રાજનૈતિક વિચાર અને નેતૃત્વ કૌશલ્યનો વિકાસ થયો. દક્ષિણ આફ્રિકામાં તેમણે રંગભેદનો સામનો કરવો પડ્યો. એકવાર ટ્રેનમાં પ્રથમ શ્રેણી કોચની ટિકિટ હોવા છતાં તેમને થર્ડ ક્લાસમાં બેસવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. ટ્રેનમાંથી ધક્કો મારી ફર્સ્ટ ક્લાસમાં કોચમાંથી નીચે ઉતારી દેવાતાં ગાંધી બાપુએ રંગભેદનો વિરોધ કરવાનું ઠાની લીધું. ત્યારથી જ તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિનો વિરોધ કર્યો અને મહદઅંશે સફળતા પણ મેળવી.


ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું સંઘર્ષ
 વર્ષ 1914માં ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા. આ સમય સુધી ગાંધી એક રાષ્ટ્રીય નેતા અને સંયોજક રૂપે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હતા. તેઓ ઉદારવાદી કોંગ્રેસ નેતા ગોપાલ કૃષ્ણ ગોખલેના કહેવા પર ભારત આવ્યા હતા અને શરૂઆતી સમયમાં ગાંધીના વિચાર ઘણા હદે ગોખલેના વિચારોથી પ્રભાવિત હતા. પ્રારંભમાં ગાંધીએ દેશના વિવિધ ભાગોનો પ્રવાસ કર્યો અને રાજનૈતિકક, આર્થિક અને સામાજિક મુદ્દાઓને સમજવાની કોશિશ કરી.


ચંપારણ અને ખેડા સત્યાગ્રહ
 બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડામાં થયેલા આંદોલનોએ ગાંધીને ભારતમાં પહેલી રાજનૈતિક સભળતા અપાવી. ચંપારણમાં બ્રિટિશ જમીનદાર ખેડૂતોને ખાદ્ય પાકને બદલે નીલની ખેતી કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા અને સસ્તા ભાવે પાક ખરીદવામાં આવતો હતો જેનાથી ખેડૂતોની સ્થિતિ ખરાબ થતી જઈ રહી હતી. આ કારણે તેઓ અત્યધિક ગીરીબીથી ઘેરાઈ ગયા. એક વિનાશકારી અકાળ બાદ અંગ્રેજી સરકારે દમનકારી કર લગાવી દીધા જેનો બોજો દિવસેને દિવસે વધતો જ ગયો. કુલ મિલાવી સ્થિતિ બહુ નિરાશાજનક હતી. ગાંધીજીએ વિરોધ પ્રદર્શન અને હડતાળનું નેતૃત્વ કર્યું જે બાદ ગરીબો અને ખેડૂતોની માંગ માની લેવામાં આવી. વર્ષ 1918માં ગુજરાત સ્થિત ખેડા પૂર અને દુષ્કાળના લપેટામાં આવી ગયું હતું જેને કારણે ખેડૂતો અને ગરિબોની સ્થિતિ ખરાબ થતી ગઈ અને લોકો કર માફીની માંગ કરવા લાગ્યા. ખેડામાં ગાંધીજીના માર્ગદર્શનમાં સરદાર પટેલે અંગ્રેજો સાથે આ સમસ્યા પર વિચાર વિમર્શ માટે ખેડૂતોનું નેતૃત્વ કર્યું. જે બાદ અંગ્રેજોએ રાજસ્વ સંગ્રહણથી મુક્તિ આપી તમામ કેદીઓને છોડી દીધા. આ પ્રકારે ચંપારણ અને ખેડા બાદ ગાંધીની ખ્યાતિ દેશભરમાં ફેલાઈ ગઈ છે અને તેઓ સ્વતંત્રતા આંદોલનના એક મહત્વપૂર્ણ નેતા બનીને ઉભરી આવ્યા.


ખિલાફત આંદોલન 
ગાંધીજીને કોંગ્રેસની અંદર અને મુસ્લિમોની વચ્ચે પોતાની લોકપ્રિય્તા વધારવાનો મોકો ખિલાફત આંદોલન દ્વારા મળ્યો. ખિલાફત એક વિશ્વવ્યાપી આંદોલન હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત થયા બાદ ઓટોમન સામ્રાજ્ય વિખંડિત કરી દેવામાં આવ્યું હતું જે કારણે મુસલમાનોને પોતાના ધર્મ અને ધાર્મિક સ્થળોની સુરક્ષાને લઈ ચિંતા બનેલી હતી. ભારતમાં ખિલાફતનું નેતૃત્વ ઑલ ઈન્ડિયા મુસ્લિમ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ધીરે ધીરે ગાંધી આના મુખ્ય પ્રવક્તા બની ગયા. ભારતીય મુસલમાનોની સાથે એકજુટતા વ્યક્ત કરવા માટે તેમણે અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ સમ્માન અને મેડલ પરત કરી દીધા. જે બાદ ગાંધી માત્ર કોંગ્રેસ જ નહિ બલકે દેશના એકમાત્ર એવા નેતા બની ગયા જેમનો પ્રભાવ વિવિધ સમુદાયોના લોકો પર હતો.


અસહયોગ આંદોલન
 ગાંધીજીનું માનવું હતું કે ભારતમાં અંગ્રેજી હકુમત ભારતીયોના સહયોગથી શક્ય થઈ શકી હતી અને જો આપણે બધું મિલાવી અંગ્રેજો સામે દરેક વાત પર અસહયોગ કરીએ તો આઝાદી શક્ય છે. ગાંધીજીની વધતી લોકપ્રિયતાએ તેમને કોંગ્રેસના સૌથી મોટા નેતા બનાવી દીધા હતા અને હવે તેઓ એ સ્થિતિમાં હતા કે અંગ્રેજો વિરુદ્ધ અસહયોગ, અહિંસા તથા શાંતિપૂર્ણ પ્રતિકાર જેવા અસ્ત્રોનો પ્રયોગ કરી શકે. આ દરમ્યાન જલિયાંવાલા નરસંહારે દેશને ભારે આઘાત પહોંચાડ્યો જેનાથી જનતામાં ક્રોધ અને હિંસાની જ્વાળા ભડકી ઉઠી હતી. ગાંધીજીએ સ્વદેશી નીતિનું આહ્વાન કર્યું જેમાં વિદેશી વસ્તુઓ ખાસ કરીને અંગ્રેજી વસ્તુઓનો બહિષ્કાર કર્યો, સરકારી નોકરી છોડવા તથા અંગ્રેજી સરકારથી મળેલ અવોર્ડ અને સમ્માન પરત કરી દેવાનો પણ અનુરોધ કર્યો. અસહયોગ આંદોલનને અપાર સફળતા મળી રહી હતી જેનાથી સમાજના તમામ વર્ગોમાં જોશ અને ભાગીદારી વધી ગઈ પરંતુ ફેબ્રુઆરી 1922માં તેનો અંત ચોરાચોરી કાંડ સાથે થઈ ગયો. આ હિંસક ઘટના બાદ ગાંધીજીએ અસહયોગ આંદોલનને પાછું લઈ લીધું. તેમની ધરપકડ કરી રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો જેમાં તેમને છ વર્ષની કેસની સજા સંભળાવવામાં આવી. ખરાબ સ્વાસ્થ્યને પગલે સરકારે તેમને ફેબ્રુઆરી 1924માં ચોડી મૂક્યા


સ્વરાજ અને નમક સત્યાગ્રહ 
અસહયોગ આંદોલન દરમ્યાન ધરપકડ બાદ ગાંધીજી ફેબ્રુઆરી 1924માં છૂટી ગયા હતા અને વર્ષ 1928 સુધી સક્રિય રાજનીતિથી દૂર જ રહ્યા. આ દરમ્યાન તેઓ સ્વરાજ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતભેદો ઘટાડવામાં લાગ્યા રહ્યા અને તેનાથી વધારામાં અસ્પૃશ્યતા, દારૂ, અજ્ઞાનતા અને ગરીબી વિરુદ્ધ પણ લડતા રહ્યા. આ સમયે અંગ્રેજી સરકારે સર જૉન સાઈમનના નેતૃત્વમાં ભારત માટે એક નવું સંવૈધાનિક સુધાર આયોગ બનાવ્યું પરંતુ તેનો પણ એકેય સભ્ય ભારતીય નહોતો જેને કારણે ભારતીય રાજનૈતિક દળોએ તેનો બહિષ્કાર કર્યો. તેમ છતાં ડિસેમ્બર 1928ના કોલકાતા અધિવેશનમાં ગાંધીજીએ અંગ્રેજી હુકુમતને ભારતીય સામ્રાજ્યને સત્તા પ્રદાન કરવા માટે કહ્યું અને એવું ના કરવા પર દેશની આઝાદી માટે અસહયોગ આંદોલનનો સામનો કરવા માટે તૈયાર રહેવા પણ કહ્યું. અંગ્રેજો દ્વારા કોઈ જવાબ ના મળવા પર 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં ભારતનો ઝંડો ફરકાવવામા આવ્યો અને કોંગ્રેસે 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતીય સ્વતંત્રતા દિવસના રૂપમાં મનાવ્યો. જે પશ્ચાત ગાંધીજીએ સરકાર દ્વારા મીઠાં પર કર લગાવ્યાના વિરોધમાં નમક સત્યાગ્રહ ચલાવ્યું જે અંતર્ગત તેમણે 12 માર્ચથી 6 એપ્રિલ સુધી અમદાવાદતી દાંડી, ગુજરાતના લગભગ 388 કિલોમીટરની પદયાત્રા કરી. આ યાત્રાનો ઉદ્દેશ્ય સ્વયં મીટું ઉત્પન્ન કરવાનો હતો. આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભારતીયોએ ભાગ લીધો અને અંગ્રેજી સરકારને વિચલિત કરવામાં સફળ રહ્યા. આ દરમ્યાન લગભગ 60 હજારથી વધુ લોકોની ધરપકડ કરી જેલ મોકલવામાં આવ્યા. જે બાદ લોર્ડ ઈરવિનના પ્રિતિનિધિત્વ વાળી સરકારે ગાંધીજીની સાથે વિચાર- વિમર્થ કરવાનો નિર્ણય લીધો જેના ફળસ્વરૂપે ગાંધી- ઈરવિન સંધિ પર માર્ચ 1931માં હસ્તાક્ષર થયા. ગાંધી- ઈરવિન સંધી અંતર્ગત બ્રિટિશ સરકારે તમામ રાજનૈતિક કેદીઓને છોડવા માટે સહમતી આપી દીધી. આ સમેજૂતીના પરિણામસ્વરૂપે ગાંધીજીએ કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે લંડનમાં આયોજિત ગોળમેજી સમ્મેલનમાં ભાગ લીધો અને પરંતુ આ સમ્મેલન કોંગ્રેસ અને બીજા રાષ્ટ્રવાદિઓ માટે ઘોર નિરાશાજનક રહ્યું. જે બાદ ગાંધીની ફરીથી ધરપકડ થઈ અને સરકારે રાષ્ટ્રવાદી આંદોલનને કચડવાની કોશિશ કરી. 1834માં ગાંધીએ કોંગ્રેસની સભ્યતાથી રાજીનામું આપી દીધું. તેમણે રાજનૈતિક ગતિવિધિઓના સ્થાને હવે રચનાત્મક કાર્યક્રમોના માધ્યમથે સૌથી નીચલે સ્તરેથી રાષ્ટ્ર નિર્માણ પર પોતાનું ધ્યાન લગાવ્યું. તેમણે ગ્રામીણ ભારતને શિક્ષિત કરવા, છુઆછુટ વિરુદ્ધ આંદોલનો ચાલુ રાખ્યાં, કાંતણ, વણાટ અને અન્ય કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને લોકોની આવશ્યકતાઓને અનુકૂળ શિક્ષણ પ્રણાલી બનાવવાનું કામ શરૂ કરી દીધું.

હરિજન આંદોલન 
દલિત નેતા બી આરર આંબેડકરની કોશિશોના પરિણામસ્વરૂપે અંગ્રેજ સરકારે અછૂતો માટે એક નવા સંવિધાન અંતર્ગત પઋતક નિર્વાચન મંજૂરી કરી દીધું હતું. યેરવાડા જેલમાં બંધ ગાંધીજીએ તેના વિરોધમાં સપ્ટેમ્બર 1932માં છ દિવસનો ઉપવાસ કર્યો અને સરકારને એક સમાન વ્યવસ્થા અપનાવવા પર મજબૂર કરી. અછૂતોના જીવનને સુધારવા માટે ગાંધીજી દ્વારા ચલાવવામાં આવેલ અભિયાનની આ શરૂઆત હતી. 8 મે 1933ના રોજ ગાંધીજીએ આત્મ શુદ્ધિ માટે 21 દિવનસો ઉપવાસ કર્યો અને હરિજન આંદોલનને આગળ વધારવા માટે એક વર્ષીય અભિયાનની શરૂઆત કરી. આંબેડકર જેવા દલિત નેતા આ આંદોલનથી પ્રસન્ન હતા અને ગાંધીજી દ્વારા દલિતો માટે હરિજન શબ્દનો ઉપયોગ કરવાની નિંદા કરી.

દ્વીતિય વિશ્વ યુદ્ધ અને ભારત છોડો આંદોલન
 દ્વિતીય વિશ્વ યુદ્ધના પ્રારંભમાં ગાંધીજી અંગ્રેજોને અહિંસાત્મક નૈતિક સહયોગ આપવાના પક્ષઘર હતા પરંતુ કોંગ્રેસના ઘણા નેતા આ વાતથી નાખુશ હતા કે જનતાના પ્રતિનિધિઓના પરામર્શ વિના જ સરકારે દેશને યુદ્ધમાં ઝોંકી દીધો હતો. ગાંધીએ ઘોષણા કરી કે એક તરફ ભારતને આઝાદી આપવાથી ઈનકાર કરવામાં આવી રહ્યો હતો અને બીજી તરફ લોકતાંત્રિક શક્તિઓની જીત માટે ભારતને યુદ્ધમાં સામેલ કરવામાં આવી રહ્યું હતું. જેમ જેમ યુદ્ધ વધતું ગયું ગાંધીજી અને કોંગ્રેસે ભારત છોડો આંદોલનની માંગ તીવ્ર કરી દીધી. ભારત ચોડો સ્વતંત્રતા આંદોલનના સંઘર્ષનું સર્વાધિક શક્તિશાળી આંદોલન બની ગયા જેમાં વ્યાપક હિંસા અને ધરપકડ થઈ. આ સંઘર્ષમાં હજારોની સંખ્યામાં સ્વતંત્રતા સેનાની અથવાતો મૃત્યુ પામ્યા અથવા તો ઘાયલ થઈ ગયા અને હજારોની ધરપકડ પણ કરી લેવામાં આવી. ગાંધીજીએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ બ્રિટિશ યુદ્ધ પ્રયાસોને ત્યાં સુધી સમર્થન નહિ આપે જ્યાં સુધી ભારતને તત્કાળ આઝાદી આપવામાં ના આવે. તેમણે એમ પણ કહી દીધું હતું કે વ્યક્તિગત હિંસા છતાં આ આંદોલન બંધ ના થાય. તેમનું માનવું હતું કે દેશમાં વ્યાપક સરકારી અરાજકતા અસલી અરાજકતાથી બહુ ખતરનાક છે. ગાંધીજીએ તમામ કોંગ્રેસીઓ અને ભારતીયોને અહિંસા સાથે કરો યા મરોની સાથે અનુશાસન બનાવી રાખવા કહ્યું. જેમ કે બધાને અનુમાન હતું જ અંગ્રેજી સરકારે ગાંધીજી અને કોંગ્રેસ કાર્યકારણી સમિતિના તમામ સભ્યોને મુંબઈમાં 9 ઓગસ્ટ 1942ના રોજ પકડી લીધા અને ગાંધીજીને પુણેની આગા ખાં મહેલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમને બે વર્ષ સુધી બંદી બનાવીને રાખવામાં આવ્યા. આ દરમ્યાન 22 ફેબ્રુઆરી 1944ના રોજ તેમના પત્નીનો દેહાંત થયો અને થોડા સમય બાદ ગાંધીજી પણ મલેરિયાથી પીડિત થઈ ગયા. અંગ્રેજ તેમને આવા હાલતમાં જેલમાં નહોતા રાખી શકતા માટે જરૂરી ઉપચાર માટે 6 મે 1944ના રોજ તેમને છોડી મૂકવામાં આવ્યા. આંશિક સફળતા છતાં ભારત છોડો આંદોલને ભારતને સંગઠિત કરી દીધું અને દ્વીતિય વિશ્વ યુદ્ધના અંત સુધી સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધા હતા કે જલદી જ ભારતીયોના હાથમાં સત્તા સોંપી દેવામાં આવશે. ગાંધીજીએ ભારત ચોડો આંદોલન સમાપ્ત કરી દીધું અને સરકારે લગભગ 1 લાખ રાજનૈતિક કેદીઓને છોડી મૂક્યા.


દેશનું વિભાજન અને આઝાદી 
જેમ કે પહેલા જ કહેવાઈ ગયું હતું, દ્વિતિય વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં થતાં બ્રિટિશ સરકારે દેશને આઝાદ કરવાના સંકેત આપી દીધા હતા. ભારતની આઝાદીના આંદોલનની સાથોસાથ જીણાના નેતૃત્વમાં એક અલગ મુસલમાન બાહુલ્ય દેશ (પાકિસ્તાન)ની પણ માંગ તીવ્ર થઈ ગઈ હતી અને 40ના દશકમાં આ તાકાતોને એક અલગ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગને વાસ્તવિકતામાં બદલી નાખખી હતી. ગાંધીજી દેશના ભાગલા નહોતા ઈચ્છતા કેમ કે આ તેમના ધાર્મિક એકતાના સિદ્ધાંતથી બિલકુલ અલગ હતું પરંતુ એવું ના થઈ શક્યું અને અંગ્રેજોએ દેશને બે ટૂકડા- ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત કરી દીધો.
 15 ઓગસ્ટ 1947ના રોજ ગાંધીજી ક્યાં હતા? જાણો આઝાદીના જશ્નમાં કેમ સામેલ નહોતા થયા.

ગાંધીજીની હત્યા
 30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દિલ્હીના બિરલા હાઉસમાં સાંજે 5.17 વાગ્યે હત્યા કરી નાખવામાં આવી. ગાંધીજી એક પ્રાર્થના સભાને સંબોધિત કરવા જઈ રહ્યા હતા જ્યારે તેમના હત્યારા નથૂરામ ગોડસેએ બાપુની છાતીમાં 3 ગોળીઓ દાગી દીધી હતી. એવું માનવામાં આવે છે કે 'હે રામ' ગાંધીજીના મુખમાંથી નીકળેલા અંતિમ શબ્દ હતા. નાથૂરામ ગોડસે અને તેમના સહયોગી પર કેસ ચાલ્યો અને 1949માં તેમને મોતની સજા સંભળાવવામાં આવી.


Thursday, May 04, 2023

વઢવાણ શહેરમાં આવેલી"માધાવાવ" ની ઐતિહાસિક જાણકારી....

વઢવાણ શહેરમાં આવેલી ઐતિહાસિક માધાવાવની ઐતિહાસિક ..........  
"માધાવાવ" મિત્રો આજે આપણે ઐતિહાસિક વઢવાણ શહેરની મુલાકાતે શીએ.. અને વઢવાણ શહેરમાં આવેલી ઐતિહાસિક માધાવાવ કે જ્યાં પ્રજાના સુખ અને કલ્યાણ માટે ઈ.સ. ૧૨૭૫ ના વાઘેલા સોલંકી રાજા સારંગદેવ ના મંત્રી શ્રી માધવ ના પુત્ર અને પુત્રવધુ એ સ્વૈચ્છિક બલિદાન આપ્યાંની દંતકથા સંકળાયેલી છે.. મિત્રો જળસંગ્રહ પ્રણાલીઓમાં “વાવ” એક વિશિષ્ટ મહત્વ ધરાવતું અંગ છે.. ગુજરાત અને રાજસ્થાનમાં “વાવ”, “વાવડી” કે પછી “વાય” તરીકે ઓળખવા માં આવતી સામાન્ય અને સહજતાથી જોવા મળે છે.. આ માનવ નિર્મિત જળસંગ્રહો માં "વાવ' ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, ભાગ્યે જ કોઈ વાય એવી હશે કે જેમાં દેવ - દેવસ્થાન બીરાજમાન ન હોય.. અને સ્થાપત્યની દ્રષ્ટિએ પણ વાવ આગવું મહત્વ ધરાવે છે.. વાવના નિર્માણ કાર્યને લગતાં અનેક ઉલ્લેખો વાસ્તુશાસ્ત્રમાં મળી આવે છે... વાસ્તુશાસ્ત્રના આધારે વાવનાં ચાર પ્રકાર પાડવામાં આવેલા છે જેમાં એક (૧) નંદા પ્રકારની વાવ – કે જેમાં ફક્ત એક પ્રવેશદ્વાર હોય છે અને બીજો.. (૨) ભદ્રા પ્રકારની વાવ – કે જેમાં બે પ્રવેશદ્વાર હોય છે અને ત્રીજો.. (૩) જયા પ્રકારની વાવ – કે જેમાં ત્રણ પ્રવેશદ્વાર હોય છે અને છેલ્લો (૪) વિજયા પ્રકારની વાવ – કે જેમાં ચાર પ્રવેશ દ્વાર હોય છે.. ➜ જો કે આમા સુરેન્દ્રનગર જીલ્લામાં, નંદા પ્રકારની વાવ સૌથી વધારે જોવાં મળે છે.. વઢવાણમાં વાઘેલા યુગના પ્રથમ રાજવી, વિસલદેવ ના મહારાણી નાગલ્લદેવી ના દાસી લાખુબાઈ ના નામ પરથી બંધાવેલી લાખુવાવ જે લાખુ પોળ દરવાજા ની બહારના ભાગે આવેલી છે.. જ્યારે રાજા સારંગદેવના મહારાણી એ દાસી ગંગાબાઈ ના નામ પરથી ગંગાવાવ બંધાવેલી.. જે શિયાણી પોળ દરવાજા ની બહારના ભાગે આવેલી છે.. ➜ માધાવાવ સુરેન્દ્રનગર શહેરથી માત્ર ૩ કિલોમીટરના અંતરે આવેલ વઢવાણ શહેરની સલાટ શેરીમાં,. વટકેશ્વર મહાદેવની બાજુમાં સ્થિત છે... સૌરાષ્ટ્ર ની આ ભોમકા એટલે ઈતિહાસ, બલીદાન અને પ્રજાવત્સલ રાજવી ની ગાથા ને વર્ણવતી ભોમકા.. આ ધરતી પર અતિત અને વર્તમાન એમ બંને પ્રકારના કિસ્સાઓ અંકિત છે. વઢવાણના રાજા સારંગદેવનાં મંત્રી માધવના પુત્ર અને પુત્રવધુ એ પ્રજાના સુખ અને કલ્યાણ માટે સજોડે સ્વૈચ્છિક જળસમાધિ લીધી હતી.. બાકી આજના સમયમાં તો ફક્ત એક બીજા ના પ્રેમમાં આપઘાત કરવા વાળા જ જોવા મળે છે.. વઢવાણના રાજમાં પ્રજાના સુખ માટે માધવના પુત્ર અને પુત્રવધુએ જળસમાધી લીધાના દ્રષ્ટાંત ઈતિહાસના પાને આજે પણ અમર છે.. પ્રજાને પાણીનાં સુખ માટે બલિદાન આપનાર દંપતીના ઈતિહાસ ની વાત કરીએ તો રજવાડાના વખતમાં વઢવાણ શહેરમાં પાણીની તંગી ને પહોંચી વળવા, સંવત 1225 નાં ફાગણ સુદ છઠ્ઠના દિવસે વાવ ગળાવાની શરુઆત થઈ હતી... 12 (બાર- બાર) વર્ષના પ્રયાસો છતાં વાવ મા પાણી ન થતાં રાજ જ્યોતિષે તેનો ઉપાય સુચવ્યો કે કોઈ દંપતીનો વાવમાં ભોગ આપવા મા આવે તો પાણી થઈ શકે તેમ છે.. પરંતુ પ્રજામાંથી કોઈ દંપતી ભોગ આપવા માટે તૈયાર ન થયું.. ત્યારે આ વાત કુંવર અભેસંગ નાં કાને પહોંચી, ત્યારે કુંવર અભેસંગે વઢવાણની પ્રજાના સુખ માટે ખુશીથી આ બલિદાન આપવાની તૈયારી બતાવી.. અભેસંગ ના રાણીએ પણ નાનકડા કુંવરને પરિવારને સોંપી પતિ સાથે સોળે શણગાર સજી વાવમાં જળસમાધિ લીધી . આ સમયે હજારોની સંખ્યામાં વઢવાણની જનમેદની ત્યાં હાજર હતી.. ઐતિહાસિક માધાવાવ ૭૫૦ વર્ષ પૂર્વે રાજા સારંગદેવ વાઘેલા ના કારભારી મંત્રી માધવે બંધાવી હતી.. ૧૩૦ ફૂટ લાંબી અને ૧૪૦ ફૂટ ઊડી, અને માધાવાવ ની ઉપર ૬ મતવાળા ની સાથે ૧૦૦ થી વધારે તો પગથિયા આવેલા છે. સ્વૈચ્છિક બલિદાનના ઈતિહાસ વિશે કહેવાય છે કે કુંવર અને રાણીએ જ્યારે વાવના પહેલા પગથિયે સજોડે પગ મૂક્યાં ત્યાંતો વાવના તળિયે પાણી ચમક્યા.. અને જેમજેમ પગથિયાં ઉતરતાં ગયાં તેમ પાણી વધતાં ગયાં.. અને સાતમે પગથિયે પગ મૂકતાંની સાથે બંને જળમાં ગરકાવ થયા અને સ્વેચ્છાએ જળસમાધિ લય પોતાના દેહનાં બલિદાન આપ્યાં.. વાવમાં પાણીની ધારાઓ વછૂટવા લાગી.. પરંતુ સવાલ એ ઉભો થયો કે જીવતાં જળસમાધિ લય પ્રાણના બલિદાન આપ્યાં એટલે આ પાણી ગોઝારા થયાં હવે આ પાણી પબ્લિક કય રીતે પિયે.. ત્યારે દાદાના એક હુંકારે કુંવર અને રાણીએ વાવમાંથી અવાજ દીધો.. અને પોતે અમર તત્વ ને પામ્યા હોવાનાં પ્રમાણ આપ્યાં.. ઇતિહાસ આજે પણ આ વાતની સાક્ષી પુરે છે.. વઢવાણના લોકો કહેશે કે જેને શ્રદ્ધા અને વિશ્વાસ છે એને આજે પણ મોડીયો અને ચુંદડી તરતી દેખાય છે.. આજે પણ વઢવાણમાં આ માધાવાવ આવેલી છે , જેમાં પાણી ક્યારેય નથી ખૂટતાં.. પ્રજા માટે રાજકુંવર અને રાણીએ આપેલાં આ બલિદાન ઉપરથી લોકગીતો અને નાટકો પણ ઘણા રચાયા છે.. આ વાવની દંતકથા પર આધારિત ગુજરાતી ફિલ્મ વણઝારી વાવ ( ૧૯૭૭ ) માં દર્શાવવામાં આવી હતી... આ વાવ પર દેહુના દાન અર્થાત્ માધવાવ નામનું નાટક પણ લખાયું છે... ઝવેરચંદ મેઘાણીના પુસ્તક રઢિયાળી રાતના રાસમાં માધાવાવ અંગેનું લોકગીત પણ સમાવી લેવાયું છે... (૧) બાર બાર વરસે નવાણ ગળાવ્યાં , નવાણે નીર તેદી ન આવ્યા જીરે... (૨) તેડાવો જાણતલ, તેડાવો જોશીડા, જોશીડા જોષ જોવી આલો જીરે... (૩) જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, આમા દિકરો ને વહુ પધરાવો જીરે... (૪) બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર તેદી ન આવ્યા જીરે...૨ (૫) ઘોડલાં ખેલવતા વીર રે અભેસંગ, દાદાજી બોલાવે જીરે... (૬) શું રે કહો છો મારા સમરથ દાદાજી, શા કારણ બોલાવ્યા જીરે... (૭) બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર તેદી ન આવ્યા જીરે... (૮) જાણતલ જોષી બેટા એમ કરી બોલ્યો, આમા દિકરો ને વહુ પધરાવો જીરે... (૯) એમાં તે શું મારા સમરથ દાદાજી, પારકી જણીને પૂછી આવો જીરે... (૧૦) બેટડો ધવરાવતા વહુ રે વાઘેલી વહું, સાસુજી બોલાવે જીરે... (૧૧) શું રે કહો છો મારા સમરથ સાસુજી, શા માટે બોલાવ્યા જીરે... (૧૨) જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, આમા દિકરો ને વહુ પધરાવો જીરે... (૧૩) એમાં તે શું મારા સમરથ સાસુજી, ચુંદડી ને મોડીયો લઈ આવો જીરે... (૧૪) આવો આવો રે મારા દિકરા રે માનસંગ, છેલ્લા ધાવણ તમે ધાવો જીરે... (૧૫) ઊઠો ઊઠો રે મારા સમરથ દાદાજી, ઝાઝી ના ઢોલ વગડાવો જીરે... (૧૬) પાછું વાળીને તમે જોવો રે અભેસંગ, ઘોડલાં કોણ ખેલવશે જીરે.. (૧૭) એરે શું રે પુછો મારા સમરથ દાદાજી, નાનો ભાઈ ખેલવશે જીરે... (૧૮) બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર તેદી ન આવ્યા જીરે... (૧૯) પાછું વાળીને તમે જુઓ રે વાઘેલી વહું, પુતર કોને ભળાવ્યા જીરે... (૨૦) કોણ ધવરાવ છે ને કોન રમાડ છે, કોણ એને ઉછેર છે જીરે... (૨૧) દેરાણી ધવરાવ છે ને નણંદી રમાડ છે, જેઠાણી ઉછેર છે જીરે... (૨૨) પે'લે પગથિયે પગ રે જ્યાં મુક્યો, તળીયે પાણી તબક્કીયા જીરે... (૨૩) બીજે પગથિયે પગ રે જ્યાં મુક્યો, કાંડા સમાણા નીર આવ્યા જીરે.. (૨૪) ત્રીજે પગથિયે પગ રે જ્યાં મુક્યો, કેડ સમાણા નીર આવ્યા જીરે... (૨૫) ચોથે પગથીયે પગ રે જ્યાં મુક્યો, છાતી સમાણા નીર આવ્યા જીરે... (૨૬) પાંચમે પગથિયે પગ રે જ્યાં મુક્યો, પરવશ પડિયા એના પ્રાણલા જીરે... (૨૭) બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર તેદી ન આવ્યા જીરે... (૨૮) એક રે હોંકારો તમે દિયો રે અભેસંગ, ગોઝારા પાણી કોન પીશે જીરે... (૨૯) એક રે હોંકારો તમે દિયો વાઘેલી વહું, ગોઝારા પાણી કોન પીશે જીરે... (૩૦) પીશે પશુડા ને પીશે પંખીડા, પીશે વઢવાણના લોકો જીરે... (૩૧) તરી છે ચુંદડી ને તર્યો છે મોડિયો, તરી અભેસંગ ની દેહુ જીરે... (૩૨) ગાતાં ને વાતા ઘરમાં રે આવ્યા, ઓરડે ભણકારા વાગે જીરે... "માધાવાવ" ના ઈતિહાસને દર્શાવતો વિડિયો પણ YouTube અને Facebook Page "Bharatkhand Darshan" પર છે જે તમે નિહાળી શકો છો.. લેખન શૈલેષ પંચાલ.