નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બ્રાહ્મણ , સાધુ યજ્ઞો પવિત એટલે કે જનોઇ પહેરતા હોય છે પણ અમે આપને તેના વિશે થોડું જણાવીએ જણાવીએ...
હું જનોઈ છું(યજ્ઞોપવીત)(Janoi/યજ્ઞોપવીત Janeau)યજ્ઞ+ઉપવીત=યજ્ઞકરવા લાયક,સોળ સંસ્કારોનું શ્રેષ્ઠસંસ્કાર છુ,ઓળખો છો મને,હું ઉપનયન યજ્ઞોપવીત)સંસ્કાર છુ.જનોઈ સિવાય બીજા નામોથી પણ હુ ઓળખાઉ છુ,ઉપવીત, બ્રહ્મસૂત્ર, મોનિબંધન, વ્રતબંધન પણ કહેવાઉં છુ, હવે આપને
મારુ ઘડતર કહું છુ.ચાર આંગળી ઉપર ૯૬ વાર વીંટવાના હોય છે
બાદ મને ત્રણ ગણા કરી
વળ ચઢાવાય છે.
કુલ હું નવ તારની
હોઉં છુ.પ્રથમ તાર પર
ઓમકાર તો
બીજા તાર પર અગ્નિ,
ત્રીજા તાર પર નાગ,
ચોથા તાર પર સોમ,
પાંચમા તાર પર પિતૃઓ
છઠ્ઠા તાર પર પ્રજાપતિ,
સાતમા તાર પર વાયુ
આઠમા તાર પર
યમ અને
છેલ્લા નવમા તાર પર વિશ્વદેવતાઓ
બિરાજમાન છે.
મને ધારણ કરવાથી શરીર પર નવદેવતાઓ કરે રાજ,
વ્યક્તિને પ્રભુનું સાંનિધ્ય મળે સવાર સાંજ.મૂળ ત્રણ તાર એ
ગાયત્રી મંત્રનાં ત્રણ ચરણ છે.
ત્રણ નાની ગ્રંથિ એ
ત્રણ આહુતિ છેઅને એક મોટી ગ્રંથિ એ ‘પ્રણવ” – ઓમકાર છે.
વળી મારા ના છેડાની ગાંઠ ગોત્રમાં થઇ ગયેલા ઋષિઓની સૂચક છે.
હું વેદમાતા ગાયત્રીનું
સ્થૂળ સ્વરૂપ છુ.આ ત્રણ તાર મારા પ્રતીક છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ નુ,
ઉતારે છે બ્રાહ્મણો ના ત્રણ ઋણ
દેવ, ઋષિ ને ઋણ પિતૃ નુ.
મારી ઉપયોગીતા ખાલી
આજ નથી,કિન્તુ વિજ્ઞાન
પણ મને માને છે.મને ધારણ કરનાર ને હ્ર્દય ની તકલીફ ઠાને છે,
શરીર ના બધાજ અંગો ના રક્તચાપ ને નિયંત્રિત કરી શકુ છુ.
જમણા કાન પર લગાવો મને કાનની નસ દબાસે બે જેનાથી
આંતરડું તમારું કામ કરશે શ્રેષ્ઠ.ભૂદેવો,મારી હાજરી ના અહેસાસ થી જ ખોટુ કામ કરે નહીં
ને મનને રાખું હું કાબુ માં જેથી ભ્રષ્ટાચાર રહે નહીં.ત્રિગુણ તારની શક્તિ મારી રક્ષણ આપે રુગ, યાજુ ને સામ થી.મને ખાલી ધારણ ના કરોસમજીલો મારી ભાવના,
હું કઈ ખાલી આઈકાર્ડ નહી
રાખો પવિત્ર મને
એવી એવી મારી ભાવના.
હવે જ્યારે બદલો
મને યાદ રાખજો મારી વાત,
ભૂલતા નહીં મારી ઉપયોગીતા થોડા સ્વાર્થ ને કાજ.
હું છુ જનોઈ હા હું જ છુ જનોઈ
હું ફક્ત ભૂદેવો ની જ નહીં,
હું ફક્ત ચાર વર્ણોની જ નહી
હું ફક્ત હિંદુઓ ની જ નહીં,
હુ સર્વ પવિત્ર જનોની છું...