Showing posts with label જલારામ બાપાનો પરિચય........ Show all posts
Showing posts with label જલારામ બાપાનો પરિચય........ Show all posts

Thursday, April 20, 2023

જલારામ બાપાનો પરિચય.......




શ્રી જલારામ બાપા વિશે ટૂંક માઁ પરીચય :-- 

*જન્મ તારીખ-04/11/1799, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત-1856ના કારતક સુદ સાતમ,*

*માતા :- શ્રી રાજબાઈ ઠક્કર*

*પિતા :- શ્રી પ્રધાન ઠક્કર*

*જન્મ સ્થળ :- ગામ વિરપુર*

*જનોઈ સંસ્કાર સંવત :-1870*

*લગ્ન સંવત :- 1872 , આટકોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રિ શ્રી વીરબાઇ માં સાથે.*

*પત્ની :- શ્રી વીરબાઈ ઠક્કર*

*સંવત :-1873 શ્રી જલારામ નો પ્રથમ પરચો*
*પ્રભુ એ પત રાખી.*

*સંવત :- 1874 ચારે ધામ ની જાત્રા કરી.,*
*ફતેપુર ના ભક્ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.*

*સંવત:-1876 મહા સુદી 2 તારીખ:-18/11/1820 સોમવાર ના શુભ દિવસે સદાવ્રત ની શરૂઆત કરી...*

*સંવત :- 1877 બાપા નુ બિરુદ પ્રાપ્ત થયું !*

*સંવત :- 1878 જલા સો અલ્લા કહેવાયા.*

*સંવત-1886 સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે "ઝોળી ધોકો" આપ્યા..*

*સંવત :-1901 જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.*

*સંવત :-1934 થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ...*

*સંવત :-1835 કારતક વદી નોમ સોમવાર તારીખ-18/11/1878 વીરબાઇ માં નો વૈકુંઠ વાસ.*

*સંવત :-1837 મહા વદી દશમ બુધવાર તારીખ-23/02/1881 ભજન ગાતા ગાતા 81 માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.*

*સંતાન :- એક દીકરી - નામ - જમના બેન.*

*કોટડાપીઠા મુકામે તેમના લગ્ન થયા,*

*વિરપુર માં વંશ પૂજ્ય બાપા ના દીકરી ના દીકરા નો છે,*

*જેમને પૂજ્ય બાપા એ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દત્તક લીધા હતા..*

*જયજય જલારામ બાપા.*